અમદાવાદના પોલિસ કમિશ્નર સુધીરસિંહા 31મી ઓક્ટોબરે નોકરીને બાયબાય કહી રહ્યાં છે.આમ તો સિંહાસાહેબ જુલાઇ મહિનામાં જ રિટાયર્ડ થઇ ગયા હતા,પણ મોદી સરકારને બીજા કોઇ લાયક ઉમેદવાર નહોતા મળ્યા એટલે સિંહાસાહેબને ચાલુ રખાયા હતા.હવે તે જઇ રહ્યાં છે ત્યારે સ્પેક્યુલેશન યાને કે અનુમાનોની હવા ચાલી છે.સિંહાસાહેબ જે કામગીરી કરીને ગયા તે બીજુ કોણ કરી શકે?જે રીતે રાજ્યમાં આઇપીએસ ઓફિસરોનો કત્લેઆમ થઇ રહ્યો છે તેવા સંજોગોમાં કયા ઓફિસર આત્મઘાતી બનવાની ભુલ કરે? પરિસ્થિતિ એવી છે કે સુધીરસિંહાને ફરી ત્રણ મહિના માટે લંબાવવા,પણ સંજીવ ભટ્ટના પ્રકરણ પછી એ પોતે પણ ચટકાં ભરતી ખુરશી પર બેસવા તૈયાર નહી હોય.
This is featured post 1 title
To set your featured posts, please go to your theme options page in wp-admin. You can also disable featured posts slideshow if you don't wish to display them.
This is featured post 2 title
To set your featured posts, please go to your theme options page in wp-admin. You can also disable featured posts slideshow if you don't wish to display them.
This is featured post 3 title
To set your featured posts, please go to your theme options page in wp-admin. You can also disable featured posts slideshow if you don't wish to display them.
નવા વર્ષમાં જે લડશે તે જીતશે -વાંચો પ્રેરણાદાયી લેખ

આજથી નવું વર્ષ શરૂ થશે.જુનું ભુલીને નવું સ્વીકારવાના દિવસો આજથી શરૂ થશે.ભુકંપના આફ્ટરશોકના આંચકા ભુલાઇ ગયા છે.લોકો આગળ વધી રહ્યાં છે.નવુમ વર્ષ જાંબાઝો માટેનું હશે.રોતલ ચહેરાઓ આઉટ થશે.જે લડશે,દુખને પચાવીને આગળ વધશે એ જીતશે..શાહરૂખ રા વન માટે 6 વર્ષ લડ્યો અને છેલ્લે જીત્યો. નવા વર્ષે સંકલ્પ કરો અમે લડીશું અને જીતીશું.નવા વર્ષે સાઇકલવીર લાન્સ આર્મ સ્ટ્રોન્ગની ઓટોબાયોગ્રાફી ફરી વાંચી.એક સમયે લાન્સ મેરેથોન સાઇકલીંગમાં નંબરવન પર પહોંચેલો.દુનિયામાં લાન્સ આર્મ સ્ટ્રોન્ગ ર્જેટલી સ્પીડી સાઇકલ કોઇ નહોતું ચલાવતું.એક દિવસ અચાનક સંજોગો બદલાયા.આર્મસ્ટ્રોન્ગને ખબર પડે છે કે તેને મગજનું કેન્સર છે અને તેના હાથપગ ચાલી શકે તેમ નથી.જે સાઇકલને એ બહુ પ્રેમ કરતો હતો તેને ગેરેજમાં મુકવી પડી.ઉગતી કરિયરના ટાયરમાં પંચર પડી ગયું.એક બ્રેઇન કેન્સરનો પેશન્ટ સાઇકલ ચલાવી જ કેવી રીતે શકે?
ફિલ્મી સિતારાઓની દિવાળી

પ્રકાશપર્વ દિવાળીની ઉજવણીમાં સમગ્ર બોલીવુડ ડૂબી ગયું છે અને હિંદી ફિલ્મ જગતના મશહૂર સ્ટાર્સ પોતાના પરિવાર અને મિત્રોની સાથે હર્ષ અને ઉલ્લાસથી દિવાળી મનાવી રહ્યા છે.
દેશી ગર્લના નામથી મશહૂર અને લોસ એન્જલિસમાં સંગીત આલ્બમમાં કામ કરી રહેલ પ્રિયંકા ચોપ્રાએ ટ્વિટર પર લખ્યું છે કે દુનિયાના ખૂણે ખૂણે દિવાળી ઉજવનાર લોકોને હું મારી શુભકામનાઓ પાઠવું છું. હું આજે અહીંયા મારા પરિવારની ખોટ અનુભવી રહી છું, પરંતુ ભગવાનને ધન્યવાદ આપું છું કે મારી પાસે તમે લોકો છે.
લોકોની પ્રાર્થના કામમાં આવી – સલમાન ખાન
પોતાની ફિલ્મ ‘બોડીગાર્ડ’ હીટ થવાની ઊજવણી પણ સલમાન ખાન હજુ સુધી મનાવી શક્યો નથી. પહેલા તો ફિલ્મના રિલીઝ સમયે સલમાનને ઓપરેશન માટે યુએસ જવું પડ્યું, પછીથી સળંગ શૂટિંગ કરવું પડી રહ્યું છે.
તો કેવી રહી સર્જરી ?
સલમાને કહ્યું કે, ‘ઓપરેશન બાદ હું સંપૂર્ણ સ્વસ્થ હતો, પરંતુ ડબલિનની ઠંડીના લીધે રિકવરી થવામાં થોડી મુશ્કેલી ઉભી થઈ.
વ્યારાના ચકચારી કેતુ હત્યા કેસના આરોપીની પોલીસે કરેલી ધરપકડ
તાપી જીલ્લાના વ્યારામાં બનેલા ચકચારી કેતુનું અપહરણ-ખંડણી-હત્યા કેસમાં પોલીસને સફળતા મળી છે. આ કેસની તપાસ કરતી પોલીસે કેતુના પડોશી યુવકની ધરપકડ કરી છે, કેતુના ઘરથી ત્રીજા જ ઘરમાં રહેતો આ યુવક તેને મોટરસાઇકલ પર બેસાડીને લઇ ગયો હતો અને પૈસા માટે જ તેનું અપહરણ કર્યું હતું, મહત્વનું છે કે અપહરણ કરના વિશેષ નામનો યુવક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.








